+

કોંગ્રેસના વિજયી ઉમેદવારોમાં મુસ્લિમોનો દબદબો: 5 રાજ્યોમાં જોવા મળ્યો એકસમાન ટ્રેન્ડ, જાણો શું કહે છે આંકડા

(demo photo) નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. વિધાનસભા ચૂંટણીઓના પરિણામોમાં કોંગ્રેસ પક્ષમાં એક ખાસ ટ્રેન્ડ જોવા મળ્યો છે. પક્ષના વિજ

(demo photo)

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. વિધાનસભા ચૂંટણીઓના પરિણામોમાં કોંગ્રેસ પક્ષમાં એક ખાસ ટ્રેન્ડ જોવા મળ્યો છે. પક્ષના વિજયી ઉમેદવારોમાં મુસ્લિમ નેતાઓનો હિસ્સો નોંધપાત્ર રહ્યો છે, ખાસ કરીને આસામ અને કેરળ જેવા રાજ્યોમાં મુસ્લિમ ઉમેદવારોનો જીતનો દર  અંદાજે 80 ટકા રહ્યો છે.

આસામ: અહીં કોંગ્રેસને મળેલી કુલ 19 બેઠકોમાંથી 18 પર મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે. પક્ષે 20 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી માત્ર એક બિન-મુસ્લિમ ઉમેદવાર જીતી શક્યો છે.

કેરળ: 140 બેઠકોની વિધાનસભામાં 35 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે, જેમાંથી 30 ધારાસભ્યો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF ગઠબંધનના છે.

પશ્ચિમ બંગાળ: કોંગ્રેસને ફાળે માત્ર 2 બેઠકો આવી છે અને આ બંને બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો વિજયી થયા છે.

તમિલનાડુ: અહીં કોંગ્રેસના 2 મુસ્લિમ ઉમેદવારોમાંથી એક જીતવામાં સફળ રહ્યો છે.

પશ્ચિમ બંગાળ: ભાજપે 206 બેઠકો સાથે બે તૃતીયાંશ બહુમતી મેળવીને 15 વર્ષ જૂની TMC સરકારને સત્તા પરથી હટાવી દીધી છે. અહીંયા પણ મુસ્લિમ ઉમેદવારો નોંધપાત્ર રીતે જીત્યા છે.

સમગ્ર ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોનો પ્રભાવ કોંગ્રેસના વિજયમાં નિર્ણાયક સાબિત થયો હોય તેવું આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે.

Trending :
facebook twitter