લખનઉઃ શુક્રવારે રાત્રે, એક પ્રવાસી ટેમ્પો ટ્રાવેલર આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાયો હતો. ડ્રાઇવરને ઝોકું આવી જતાં ઘટના બના હતી.આ અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોનાં મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે જિલ્લા સંયુક્ત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ટેમ્પો ટ્રાવેલરમાં મુસાફરી કરી રહેલા લોકો મથુરાથી મુંડન કરાવીને લખનઉ પરત ફરી રહ્યાં હતા. લખનઉના મોહિદિનપુરનો રહેવાસી સંદીપ શુક્રવારે તેના પરિવાર અને સંબંધીઓ સાથે લખનઉથી ટેમ્પો ટ્રાવેલરમાં મથુરા ગયો હતો.
શુક્રવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ વે પર કિલોમીટર નંબર 49 નજીક ટેમ્પો ટ્રાવેલરનો અકસ્માત થયો હતો. અકસ્માતનું કારણ ટુરિસ્ટ ટેમ્પો ટ્રાવેલરનો ડ્રાઈવર ઊંઘી ગયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ટેમ્પો પાછળથી ટ્રાવેલર એક્સપ્રેસ વે પર ઉભેલા ડમ્પર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં લખનઉના મોહિદિનપુરના રહેવાસી સંદીપ અને બિતાના દેવી સહિત પાંચ લોકોનાં મોત થયા છે અને 20 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી સાતની હાલત ગંભીર છે. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને જિલ્લા સંયુક્ત હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા.
એક દિવસ પહેલા પણ યુપીમાં ગુજરાતથી ગયેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં અમદાવાદના ત્રણ લોકોના મોત થયા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++