+

રાજકોટમાં 24 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત- Gujarat Post

(મૃતક રાજેશભાઈ ભૂતની ફાઈલ તસવીર) રાજકોટઃ છેલ્લા 24 કલાકમાં ચાર લોકોના હાર્ટએટેકથી મોત થયા છે.અંબિકા ટાઉનશીપમાં વ્યંકટેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લલિતસીંગ ગોપાલસીંગ

(મૃતક રાજેશભાઈ ભૂતની ફાઈલ તસવીર)

રાજકોટઃ છેલ્લા 24 કલાકમાં ચાર લોકોના હાર્ટએટેકથી મોત થયા છે.અંબિકા ટાઉનશીપમાં વ્યંકટેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લલિતસીંગ ગોપાલસીંગ પરીહાર (ઉ.વ. 35) ઘરે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનો મૃત્યું નિપજયું હતું. જેમનું હાર્ટએટેકથી મોત થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

બીજા કિસ્સામાં કોઠારીયા ગામે રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ ભૂત (ઉ.વ. 45) રાજકોટ નજીકના ખોરાણા ગામે પોતાની વાડીએ હતા, ત્યારે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા.જ્યાં તેમનું મોત નિપજયું હતું. હાર્ટએટેકથી મોત થયાનું કુવાડવા રોડ પોલીસે જણાવ્યું હતું. ખોખડદળ નદીના પુલ પાસે ઓમ ઉદ્યોગનગરમાં રહેતા રશીદખાન નત્થુખાન (ઉ.વ. 34) બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજયું હતું. આજી ડેમ પોલીસે હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું હતું.મેટોડા જીઆઈડીસીમાં સ્થિત એસએસવી વાલ્વ કંપનીમાં નોકરી કરતા અને તેની જ ઓરડીમાં રહેતા વિજય માલુઆ સાંકેશ (ઉ.વ. 30) રસોઈ બનાવતી વખતે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમનું મૃત્યુ નિપજયું હતું. હાર્ટએટેકથી મોત થયાનું મેટોડા પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

કોરોના પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. જે બાબતે જુદા-જુદા તબીબો અલગ-અલગ કારણો આપી રહ્યાં છે. તેમ છતાં કોરોના પછી જ અચાનક યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોકકસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter