ગોધરાઃ બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર વિસ્તારમાં વહેલી સવારે એક મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યોનાં મોત થયા છે. પરિવાર પુત્રની સગાઈ માટે વાપી જવાનો હતો, આ ખુશીનો પ્રસંગ માતમ ફેરવાઇ ગયો હતો.
બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર વિસ્તારમાં રહેતા કમલભાઇ દોશીનો પરિવાર તેમના પુત્ર દેવ દોશીની સગાઇ માટે ઉત્સાહમાં હતો. તે પુત્રની સગાઈ માટે વાપી જવાના હતા અને વહેલી સવારે અચાનક આગ લાગતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ગાઢ ઊંઘમાં સૂતા પરિવારનું ગૂગળામણથી મોત થયું છે.
મૃતકોમાં કમલભાઇ દોશી, દેવલબેન દોશી, દેવ દોશી અને રાજ કમલ દોશીનો સમાવેશ થાય છે. કમલભાઇ દોશી શહેરના જાણીતા વર્ધમાન જવેલસના માલિક હતા.
આસપાસના લોકોને જાણ થતા ફાયરબ્રિગેડ બોલાવવામાં આવી હતી. તેમને આગ પર કાબૂ મેળવી લીધો છે, પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++