ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી IRNA ને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે દક્ષિણ ઈરાનના હોર્મોઝગન પ્રાંતના મીનાબ શહેરમાં એક કન્યા શાળા પર યુએસ-ઇઝરાયલી હવાઈ હુમલામાં 36 વિદ્યાર્થીનીઓનાં મોત થયા છે. અહેવાલ અનુસાર, આ હુમલો તાજેતરના લશ્કરી કાર્યવાહી દરમિયાન થયો હતો.
ઈરાનમાં શાળાઓ અને કોલેજો બંધ, સરકારી કચેરીઓ અડધી ક્ષમતાએ કાર્યરત
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે દાવો કર્યો છે કે અમેરિકાએ ઝાયોનિસ્ટ શાસન સાથે મળીને આજે સવારે દેશભરમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા કર્યા. દુશ્મન માને છે કે આ કાર્યવાહી ઈરાની જનતા પર દબાણ લાવશે, પરંતુ એવું થશે નહીં. ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સશસ્ત્ર દળોએ વળતો હુમલો શરૂ કર્યો છે.
સરકારે જનતાને ખાતરી આપી છે કે આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતીના પગલા તરીકે, શાળાઓ અને યુનિવર્સિટીઓ આગામી સૂચના સુધી બંધ રહેશે, જ્યારે બેંકો તેમની સેવાઓ ચાલુ રાખશે અને સરકારી કચેરીઓ હાલ માટે 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહેશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/