+

અમદાવાદ એરપોર્ટ પરથી રૂ..30 કરોડનું હેરોઈન ઝડપાયું, સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં સંતાડ્યું હતું

કુતુબ શિહાબુદ્દીન અબ્બાસ અલીની ધરકડક કરવામાં આવી  અમદાવાદઃ એરપોર્ટ પરથી 6 કિલોથી વધુ હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને કસ્ટમ્સ વિભાગે ઝડપી પાડ્યો છે. તેની કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા હોવાનું સામે

કુતુબ શિહાબુદ્દીન અબ્બાસ અલીની ધરકડક કરવામાં આવી 

અમદાવાદઃ એરપોર્ટ પરથી 6 કિલોથી વધુ હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને કસ્ટમ્સ વિભાગે ઝડપી પાડ્યો છે. તેની કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં હેરોઇનનો જથ્થો સંતાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન શખ્સ ચેન્નાઇનો હોવાનું સામે આવ્યું છે.

એરપોર્ટ પરથી 6 કિલોથી વધુ હેરોઈનના જથ્થા સાથે એક તમિલનાડુના શખ્સને કસ્ટમ્સ વિભાગે ઝડપી પાડ્યો છે. હેરોઇનની કિંમત અંદાજે 30 કરોડ હોવાનું સામે આવ્યું છે.  તે વ્યક્તિને આ જથ્થો લાવવા બદલ 30 હજાર રૂપિયા આપવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં હેરોઇનનો જથ્થો સંતાડીને એરપોર્ટ પર લાવ્યો હતો. 

તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 29 પેકેટ્સમાં હેરોઈન મળી આવ્યું હતું. જેમાંથી 26 પેકેટ્સ સાબુની સાઈઝના હતા, જ્યારે 3 પેકેટ્સ સફેદ કવરમાં છુપાવવામાં આવ્યાં હતા.

શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે કસ્ટમ્સ વિભાગે મુસાફરને અટકાવીને તપાસ કરતા આ મોટા જથ્થામાં હેરોઇન કાંડ બહાર આવ્યું હતું. હાલ આરોપીને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે અને તેની સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 

facebook twitter