બોટાદઃ મિલેટ્રી રોડ પર બોલરો પીકઅપને માર્ગ અકસ્માત નડ્યો હતો, ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બોલેરો પલટી ખાઈ ગઈ હતી. તેમાં 26 લોકો સવાર હતા. જેમાંથી 3 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે.
બોટાદમાં હરણકુઈ વિસ્તારના એક કુટુંબના લોકો પીકઅપમાં પોતાની વાડીએ જતા હતા. તે સમયે પીકઅપ બોલેરો પલટી ખાઈ ગઈ હતી. 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને પાકઅપમાં સવાર અન્ય લોકોને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાની જાણ આસપાસના લોકોએ અને પોલીસે બચાવ કામગીરી હાથધરી હતી.
પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 3 લોકોના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/