+

દ્વારકામાં શ્રમિક પરિવારના 3 બાળકો પાણીમાં ડૂબ્યા, પરિવારને માથે આભ ફાટ્યું

દ્વારકાઃ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામમા એક શ્રમિક પરિવારના 3 માસૂમ બાળકો તળાવમાં ડૂબી જતા શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામના ખારાવાળી વિસ્તારમાં આવેલ તળાવ પાસે રમતા રમતા બાળકો અચાનક પાણીમાં ખાબક્યા હતા.

દ્વારકાઃ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામમા એક શ્રમિક પરિવારના 3 માસૂમ બાળકો તળાવમાં ડૂબી જતા શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામના ખારાવાળી વિસ્તારમાં આવેલ તળાવ પાસે રમતા રમતા બાળકો અચાનક પાણીમાં ખાબક્યા હતા. તેમના માતા-પિતા ખેતરમાં કામ કરી હતા, તે સમયે જ તેમના ત્રણ સંતાનો રમતા-રમતા નજીકમાં જ આવેલા પાણી ભરેલા તળાવ પાસે પહોંચી ગયા હતા અને અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

આ દુર્ઘટનામાં 7 વર્ષીય બાળકી વૈશાલી અને 4 વર્ષીય બાળક વિકેશનું ઘટનાસ્થળ જ મોત થયું છે. જ્યારે દોઢ વર્ષની બાળકીની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ તેની સ્થિતિ નાજુક છે.

ઘટનાની જાણ થતાં જ ગામલોકો તાત્કાલિક તળાવ પાસે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ બે બાળકોને બચાવી શકાયા નહોતા. શ્રમિક પરિવાર એક સાથે બે સંતાનો ગુમાવતા દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. 

facebook twitter