મુંબઈઃ જોગેશ્વરી પૂર્વના મેઘવાડી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક નરાધમ યુવકે 10 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારીને બાદમાં આ હૈવાને બાળકીના ગુપ્ત ભાગમાં સ્ક્રૂ ડ્રાઈવર ઘુસાડી દીધું હતું. આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો, મુંબઈની મેઘવાડી પોલીસે આ કેસમાં 24 વર્ષીય યુવક અને તેની 21 વર્ષીય ગર્લફ્રેન્ડની ધરપકડ કરી છે.
શું છે આખો મામલો ?
પોલીસના જણાવ્યાં અનુસાર બાળકીની માતા એક કેટરિંગ સર્વિસ ફર્મમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. તે એક ચાલમાં રહે છે. બંને આરોપીઓ તેના હાથ નીચે કામ કરતા વેઈટર છે. તેઓ માતા અને પુત્રી સાથે રહે છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીએ 15 મે થી 14 જૂન દરમિયાન બાળકી પર ચાર વખત રેપ કર્યો હતો, જ્યારે તેની માતા કામ પર જતી હતી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સ્ક્રૂ ડ્રાઈવર નાખીને તેને ઇજાઓ પહોંચાડી હતી અને તેની પ્રેમિકાએ આ ત્રાસનો વીડિયો બનાવ્યો હતો.
વીડિયો વાયરલ કરવાની ધમકી આપી
પોલીસે જણાવ્યું કે આરોપીએ બાળકીને ધમકી આપી હતી કે જો તે તેની માતાને આ વિશે કહેશે તો તે વીડિયો વાયરલ કરી દેશે. ગુરુવાર, 19 જૂનના રોજ, બાળકીએ તેની માતાને દુષ્કર્મ વિશે જણાવ્યું. આ પછી, માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાંથી તેમને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા.
પોલીસે કલમ 64(1), 64(2)(i), 77, 115, 352, 351(3), POCSO એક્ટની કલમ 4, 6, 8 અને 12 અને IT એક્ટની કલમ 66E અને 67B હેઠળ કેસ નોંધ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/