નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થઇ ગયું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ બિલ રજૂ કર્યું હતું અને વિપક્ષે તેનો વિરોધ શરૂ કરી દીધો છે, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે તેમને બિલની નકલો મોડી મળી અને બિલની સમીક્ષા કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વકફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન જણાવ્યું કે વર્ષ 2013 માં યુપીએ સરકારે વક્ફ બોર્ડને એવી સત્તા આપી હતી કે વકફ બોર્ડના આદેશને કોઈપણ સિવિલ કોર્ટમાં પડકારી શકાતો નથી. વક્ફના કોઈપણ આદેશને પડકારી શકાતો ન હતો. રિજિજુએ કહ્યું કે જો યુપીએ સરકાર સત્તામાં હોત તો સંસદ ભવન, એરપોર્ટ અને અન્ય ઘણી ઇમારતોને વકફ મિલકત તરીકે જાહેર કરવામાં આવી હોત.
વકફ સુધારા બિલ અંગે, AIMPLB પ્રવક્તા ડૉ. સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે કહ્યું, 'જો આ બિલ સંસદમાં પસાર થશે, તો અમે તેની સામે દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું. અમે ચૂપ નહીં બેસીએ. અમે અમારી પાસે ઉપલબ્ધ તમામ કાયદા અને બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીશું. જ્યાં સુધી સૂચિત સુધારા પાછા ખેંચવામાં ન આવે ત્યાં સુધી અમે શાંતિપૂર્ણ આંદોલન કરીશું. આ બિલ ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક રીતે પ્રેરિત છે. JPCમાં વિપક્ષી સભ્યોના મંતવ્યો પણ ધ્યાનમાં લેવામાં આવ્યાં ન હતા તે દુઃખની વાત છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/