કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં વક્ફના નવા કાયદાની વિરુદ્ધમાં પ્રદર્શનો થઇ રહ્યાં છે અને હિંસા ભડકી છે, ISF (ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ) ના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ છે, પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રસ્તા પર ભેગા થયેલા તોફાનીઓએ અનેક વાહનોમાં આગ લગાવી દેતા સ્થિતિ તંગ થઇ હતી.
ટુ વ્હીલર સહિતના વાહનોમાં આગ લગાવી દેવામાં આવી હતી, પોલીસનો મોટો કાફલો તોફાનીઓને કાબૂમાં કરવા ઉતરી પડ્યો હતો. ISF ના સમર્થકો વિરોધ પ્રદર્શન કરવા કોલકત્તા આવી રહ્યાં હતા આ બસોને પોલીસે અટકાવી દીધી હતી ત્યાર બાદ અન્ય સમર્થકોએ માલદા, મુર્શીદાબાદ સહિતના અનેક જિલ્લાઓમાં તોફાનો કર્યાં છે.
બે દિવસ પહેલા જ મુર્શિદાબાદમાંથી 400 જેટલા હિન્દુઓએ પલાયન કરવું પડ્યું હતુ, જે મામલે ભાજપે વિરોધ નોંધાવીને મમતા બેનર્જીની સરકારની ઝાટકણી કાઢી હતી અને હવે આજે તોફાનીઓએ સ્થિતી તંગ કરી છે, આ લોકો મોદી સરકારનો વિરોધ કરી રહ્યાં છે. સ્થિતી વધારે તંગ ન બને તે માટે પશ્વિમ બંગાળના ઘણા વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/