+

પટેલ પરિવાર વિખેરાયો...વડોદરામાં નેશનલ હાઇવે પર કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા બાળક સહિત 5 લોકોનાં મોત

વડોદરાઃ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા એક વર્ષના બાળક સહિત પરિવારનાં 5 સભ્યોનાં મોત થઇ ગયા છે. જ્યારે ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. આ બનાવને પગલે મકરપરા પ

વડોદરાઃ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા એક વર્ષના બાળક સહિત પરિવારનાં 5 સભ્યોનાં મોત થઇ ગયા છે. જ્યારે ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. આ બનાવને પગલે મકરપરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પટેલ પરિવારના એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોનાં મોત થયા છે. બે ભાઈ અને બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. વડોદરાના આજવા રોડ પર આવેલા મધુનગરમાં આ પરિવાર રહેતો હતો.

આ પરિવાર મોડી રાતે સુરત તરફથી આવી રહ્યો હતો, તે સમયે હાઇવે પર રસ્તામાં ટ્રેલર પડ્યું હતું અને કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા કારના આગળના ભાગના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. પાંચ લોકોના મોતથી પરિવારના લોકો આક્રંદ કરી રહ્યાં છે.

મૃતકોમાં મયુરભાઈ પટેલ (ઉં.વ-30), પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉં.વ-34), ઉર્વશીબેન પટેલ (ઉં.વ-31), ભૂમિકાબેન પટેલ (ઉં.વ-28)
લવ પટેલ (ઉં.વ-1) નો સમાવેશ થાય છે. જ્યારે અસ્મિતા પટેલ (ઉં.વ-4) નો આબાદ બચાવ થયો છે. આ અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter