બંનેના પરિવારજનોમાં શોકની લાગણી
પ્રેમ લગ્ન સમાજ નહીં સ્વીકારે તેવા ડરથી કરી આત્મહત્યા
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી
વડોદરાઃ ડેસર તાલુકાના ડુંગરીપુરાના પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પોતાના પ્રેમને સમાજ ક્યારેય નહીં સ્વીકારે તેવા ડરથી પ્રેમીએ પ્રેમિકાના સેંથામાં સિંદૂર અને મંગળસૂત્ર પહેરાવીને બંનેએ સાથે મોત વ્હાલું કરી લીધું છે.
વડોદરાના ડુંગરીપુરા ગામનો 22 વર્ષીય રવિન્દ્ર રમેશભાઈ ભોઈ 5 ફેબ્રુઆરીની સાંજે નોકરી પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. તે પોતાની જ્ઞાતિની 19 વર્ષીય યુવતી રીના ભોઈના પ્રેમ પડ્યો હતો. રવિન્દ્ર રીનાને એક ખેતરમાં લઈ ગયો હતો અને બાદમાં બંનેએ જંતુનાશક દવા ગટગટાવીને જીવન ટૂંકાવી લીધું હતું. ડુંગરીપુરાના ઠાકોરવાડા ખેતરમાં તેની બાઈક અને હેલ્મેટ મળ્યાં છે.
આ તરફ પરિવાર પોતાની દીકરીની શોધખોળ કરવા નીકળ્યો હતો. વહેલી સવારે તેમને આ બાબતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને ડેસરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યાં હતા. ડેસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો