વડોદરાઃ એસીબીએ ટ્રેપ કરીને વધુ એક લાંચિયાને ઝડપી લીધો છે. રાજેન્દ્રસિંહ રામસિંહ પરમાર, રહે- મુ.પરથમપુરા, તા.સાવલી, જી.વડોદરા ઇ-ધરા કોમ્પ્યુટર ઓપરેટર(કરાર આધારીત) ડેસર મામલતદાર કચેરીને 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે.
આરોપીએ ડેસર મામલતદાર કચેરી, ઇ-ધરા જનસેવા કચેરીની સામે પુર નિયંત્રણની કચેરીમાં લાંચ લીધી હતી. ફરીયાદીએ ઇ-ધરા કેન્દ્ર મામલતદાર કચેરી, ડેસર ખાતે વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા અરજી આપી હતી. જેમાં આ કોપ્યુટર ઓપરેટરે 6 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી, જેને આધારે આરોપી સામે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ, આરોપી 6 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે.
ટ્રેપિંગ અધિકારીઃ એચ.પી.કરેણ, પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે, વડોદરા
સુપર વિઝન અધિકારીઃ પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++