+

અવાવરું જગ્યાએ પડી હતી લાશ....અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી 18 વર્ષીય અકુલ ધવનનું મોત

વધારે ઠંડીને કારણે તેનું મોત થયાનો પોલીસનો દાવો ક્લબમાં એન્ટ્રી ન મળતા રાત્રે બહાર ઠંડીમાં વીતાવ્યો હતો સમય મૃતક વિદ્યાર્થી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી યુએસએઃ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને

વધારે ઠંડીને કારણે તેનું મોત થયાનો પોલીસનો દાવો

ક્લબમાં એન્ટ્રી ન મળતા રાત્રે બહાર ઠંડીમાં વીતાવ્યો હતો સમય

મૃતક વિદ્યાર્થી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી

યુએસએઃ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓને લઇને ચિંતા વધી છે, એક પછી એક હત્યાની ઘટનાઓ અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વખતે અમેરિકામાં 18 વર્ષીય વિદ્યાર્થી નકુમ બી ધવનનો મૃતદેહ એક બિલ્ડીંગ નીચે અવાવરું જગ્યાએથી મળ્યો છે.

ઇલિનોઇસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલો અકુલ રાત્રે 2 વાગ્યાની આસપાસ ગુમ થયો હતો અને તેના 10 કલાકો બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. ઇલિયોનસ કેમ્પસની નજીકના એક બિલ્ડીંગમાંથી તેની લાશ મળી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નાઇટ ક્લબમાં પ્રવેશ આપવામાં ન આવતા તે અહીંથી ચાલ્યો ગયો હતો અને ત્યાર બાદ તેની લાશ મળી છે.વેસ્ટ નેવાડા સ્ટ્રીટ, અર્બાનામાં તેનો મૃતદેહ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અકુલનો પરિવાર કેલિફોર્નિયા અને સાન ફ્રાન્સીસકોમાં કામ કરે છે

રાત્રે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તેનું મોત થઇ ગયું

તપાસમાં એવું સામે આવ્યું છે કે વધુ પડતી ઠંડીને કારણે તેનું મોત થઇ ગયું છે, કંસાસ સીટી ક્લબ બહાર તેના મિત્રોથી છૂટા પડ્યાં બાદ તેની લાશ મળી આવી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter