ઊંઝા APCM ની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલની જીત, ભાજપના ઉમેદવારો હાર્યાં

11:55 AM Dec 18, 2024 | gujaratpost

મહેસાણાઃ એશિયાના સૌથી મોટા ઊંઝા એપીએમસી માર્કેટમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલની જીત થઇ છે, જ્યારે ભાજપના 5 ઉમેદવારોની હાર થઇ છે. અપક્ષ ઉમેદવાર જયંતિ પટેલ, અમૃત પટેલની જીત થઇ છે. ભાજપના મેન્ડેડવાળા વિષ્ણુ પટેલની પણ જીત થઇ છે.

એપીએમસીની ચૂંટણીમાં 14 બેઠકો માટે 36 ઉમેદવારો મેદાનમાં હતા, ભાજપે ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4 ઉમેદવારોને મેન્ડેડ આપ્યાં હતા, જેમાંથી 5 ઉમેદવારોની હાર થઇ છે. નોંધનિય છે કે ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના ત્રણ જૂથો મેદાનમાં હતા.પૂર્વ ચેરમેન દિનેશ પટેલ, પૂર્વ મંત્રી નારણ પટેલ અને હાલના ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો ચૂંટણી મેદાનમાં હતા.

પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિન હરિફ ચૂંટણી જીત્યાં છે, જ્યારે ભાજપના 5 ઉમેદવારોએ ચૂંટણી હારનો સામનો કરવો પડ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++