મેક્સિકોમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. દક્ષિણ મેક્સીકન રાજ્ય ઓક્સાકામાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને ખાઇમાં ખાબકી ગઈ હતી. આ ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે અને 90 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર છે. ટ્રેનમાં 250 થી વધુ લોકો સવાર હતા.
દક્ષિણ મેક્સીકન રાજ્ય ઓક્સાકામાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે એન્જિન પલટી ગયું હતું. અનેક ડબ્બા પણ પલટી જતા 13 લોકોના મોત થયા છે અને 98 લોકો ઘાયલ થયા છે. આ ટ્રેન મેક્સિકોના અખાત અને પેસિફિક મહાસાગરને જોડતી નવી રેલ્વે પર કાર્યરત હતી. આ રેલ્વે લાઇન મેક્સિકન નૌકાદળ દ્વારા સંચાલિત છે. મેક્સિકન નૌકાદળના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં 9 ક્રૂ સભ્યો સહિત 250 લોકો સવાર હતા. આ અકસ્માત ચિવેલા અને નિજાન્ડા શહેરો વચ્ચેના વળાંક પર થયો હતો.
ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે પાંચની હાલત ગંભીર છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના પરિવારોને મદદ કરવા નિર્દેશ આપ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++