પાકિસ્તાનમાં આતંકવાદીઓએ ટ્રેન કરી હાઇજેક, 120 લોકોને બનાવ્યાં બંધક, 6 સૈનિકોની હત્યા

05:17 PM Mar 11, 2025 | gujaratpost

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આતંકવાદીઓએ ટ્રેન હાઇજેક કરી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે તેણે બોલાનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી છે અને 120 લોકોને બંધક બનાવ્યાં છે. આતંકવાદીઓએ ધમકી આપી છે કે જો તેમની સામે કોઈ લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો બધા મુસાફરોની તેઓ હત્યા કરી નાખશે.

બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના જવાનો પણ છે અને તેમાંથી 6 સૈનિકોની હત્યા કરી નાખવામાં આવી છે. જો કે બીએલએના આતંકવાદીઓએ મહિલાઓ, બાળકો અને બલૂચ પ્રવાસીઓને છોડી દીધા છે અને અન્ય બંધકો તેમના કબ્જામાં છે.

પાકિસ્તાન સરકાર આ મામલે ચિંતિત છે અને તાત્કાલિક એક બેઠક બોલાવવામાં આવી છે, આતંકવાદીઓ સાથે વાતચીત થઇ રહી છે, જો કે તેમની શું માંગ છે તે મામલે હજુ સુધી કોઇ અહેવાલ આવ્યાં નથી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++