+

કાશ્મીરમાં આતંકનો ખતરનાક ચહેરો, હનીમુન પર આવેલા યુવકની હત્યા, પત્ની લાશ પાસે બેસી રહી, 27 જેટલા લોકોની હત્યાની આશંકા

સુરતના રહેવાસી હિંમતભાઇ કલાઠીયાની આતંકીઓએ કરી હત્યા જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓનો ક્રૂર ચહેરો ફરીથી સામે આવ્યો છે,પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનના આતંકીઓએ પહેલગામમાં પર્યટકો પર હુમલો કરી દીધો છે, 27 જેટલ

સુરતના રહેવાસી હિંમતભાઇ કલાઠીયાની આતંકીઓએ કરી હત્યા

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓનો ક્રૂર ચહેરો ફરીથી સામે આવ્યો છે,પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનના આતંકીઓએ પહેલગામમાં પર્યટકો પર હુમલો કરી દીધો છે, 27 જેટલા લોકોની હત્યા કરી નાખવામાં આવી છે, હનીમુન પર આવેલા એક યુવકની પણ હત્યા કરાઇ છે, પત્ની લાશ પાસે બેસીને રડી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે.

27 લોકોનાં મોતની આશંકા, મૃતકોમાં ઇઝરાયેલ અને ઇટલીના એક- એક નાગરિકનું મોત

આ હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર પહોંચ્યાં છે, પીએમ મોદીએ આતંકીઓ સામે કડક કાર્યવાહીની વાત કરી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ પોલીસની વર્દીમાં આવ્યાં હતા અને બોલી રહ્યાં હતા કે આ મુસ્લિમ નથી તો તેની હત્યા કરી નાખો, જાતિ પુછીને આ હત્યા કરાઇ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter