કુલ રૂ.100 કરોડની સંપત્તિ... રૂ. 40 લાખ રોકડા, 2 કિલો સોનું, 60 મોંઘીદાટ ઘડિયાળો મળી... તેલંગાણામાં અધિકારીના ઘરે દરોડામાં

10:51 AM Jan 25, 2024 | gujaratpost

ભ્રષ્ટાચારથી ભેગું કરેલા રૂપિયા ઝડપાયા

એક અધિકારી 100 કરોડ રૂપિયાનો આસામી

તેલંગાણાઃ ફરી એક વખત મોટા દરોડામાં એક અધિકારીના ઘરેથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે. આ વખતે તેલંગાણામાં એક અધિકારીના ઠેકાણાંઓ પર રેડ કરવામાં આવી ત્યારે દરોડા કરનારા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા, અહીંથી 100 કરોડની સંપત્તિના પુરાવા મળ્યાં છે, જેમાં 40 લાખ રૂપિયાની રોકડ, 2 કિલો સોનું અને 60 મોંઘીદાટ ઘડિયાળો મળી છે, જેની કિંમત લાખો રૂપિયામાં છે.

Trending :

અનેક જમીનો સહિતની પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યાં

બેનામી સંપત્તિનો ઢગલો હાથ લાગ્યો

તેલંગાણા એસીબીના અધિકારીઓએ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સેક્રેટરી અને મેટ્રો રેલ પ્લાનિંગ ઓફિસર એસ. બાલકૃષ્ણના ઘરે અને અન્ય જગ્યાએ દરોડા કર્યાં છે, તેઓ અગાઉ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)માં ટાઉન પ્લાનિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા અને તેમને આ કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરી છે.

ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીની 14 ટીમો દ્વારા દિવસભર આ ઓપરેશન ચલાવાયું હતુ, જેમાં બાલકૃષ્ણનું ઘર, ઓફિસો, તેમના સંબંધીઓને ત્યાં તપાસ કરતા મહત્વના દસ્તાવેજો મળી આવ્યાં છે.

આ દરોડામાં બેંક લોકર હજુ ખોલવામાં આવ્યાં નથી, તેમાંથી મહત્વની વસ્તુઓ મળી આવે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં લગભગ 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું, જમીનોના દસ્તાવેજો, 60 મોંઘીદાટ ઘડિયાળો, 14 મોબાઈલ ફોન અને 10 લેપટોપ સહિત મહત્વના પુરાવા મળી આવ્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post