સુરેન્દ્રનગરના 55 વર્ષના આ સરકારી બાબુએ લાંચ લીધી અને ગુજરાત ACB એ ઝડપી લીધા

02:00 PM Sep 17, 2024 | gujaratpost

ખાણ ખનીજ વિભાગનો ભ્રષ્ટાચાર ઉજાગર

બે શખ્સોને એસીબીએ ઝડપી લીધા
 
સુરેન્દ્રનગરઃ
એસીબીએ ખાણ ખનીજ વિભાગના કર્મચારી સહિત બે લોકોને ઝપેટમાં લઇ લીધા છે. 55 વર્ષીય સાજીદખાન અહેમદખાન પઠાણ, કલાર્ક, વર્ગ-3, ખાણ ખનીજ વિભાગ, સુરેન્દ્રનગર અને ગીરીશ હીરાભાઇ ઝાલા, પ્રાઇવેટ સીકયુરીટી ગાર્ડને ઝડપી લીધા છે.

આરોપીઓએ 1 હજાર રૂપિયાની લાંચ લીધી હતી, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે, કટારીયા ગામની બોર્ડ પાસે, ખાણ-ખનીજ વિભાગની ચેકપોસ્ટ પર જ લાંચ લેવામાં આવી હતી.

Trending :

ફરિયાદીના ત્રણ ડમ્પર વાહન ખનીજ વહન માટે સુરેન્દ્રગર જિલ્લામાં ચાલે છે. આરોપીઓએ ડમ્પર રોકીને ખોટી હેરાનગતિ કરી હતી અને 1500 રૂપિયાના લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, એસીબીએ લાંચનું છટકું ગોઠવીને બંને આરોપીઓને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. આ વિસ્તારમાં ખાણ ખણીજ વિભાગના અધિકારીઓનો આતંક વધી ગયો છે, લાંચ આપ્યાં વગર કોઇ કામ જ ન થતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ટ્રેપીંગ ઓફીસર: એમ.એમ.લાલીવાલા,
પોલીસ ઈન્સપેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર તથા સુરેન્દ્રનગર અને મોરબી એ.સી.બી.સ્ટાફ.

સુપરવિઝન ઓફીસરઃ કે.એચ.ગોહિલ
ઈ.ચા મદદનીશ નિયામક, રાજકોટ વિભાગ, રાજકોટ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526