+

સુરેન્દ્રનગરમાં ખાણ ખનિજ કચેરીના જુનિયર ક્લાર્ક ACB ની ઝપેટમાં, રૂ.10 હજારની લીધી હતી લાંચ

આરટીઆઇમાં માહિતી આપવા માટે લાંચ માંગવાનો રાજ્યનો પહેલો કિસ્સો સુરેન્દ્રનગરઃ આ કામના ફરિયાદીએ સીલીકા રેતીની લીઝની માંગણી કરી હતી. જે લાંબાગાળાથી પેન્ડીંગ હોવાથી તેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફ

આરટીઆઇમાં માહિતી આપવા માટે લાંચ માંગવાનો રાજ્યનો પહેલો કિસ્સો

સુરેન્દ્રનગરઃ આ કામના ફરિયાદીએ સીલીકા રેતીની લીઝની માંગણી કરી હતી. જે લાંબાગાળાથી પેન્ડીંગ હોવાથી તેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફરિયાદીએ આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી. જે માહિતી કચેરી તરફથી અધૂરી મળેલી અને બાકી રહેલી માહિતી પૂરી કરી આપવા માટે આરોપી અમૃત ઉર્ફ આનંદ કેહરભાઇ, જુનિયર ક્લાર્ક, ખાણ ખનિજની કચેરી, સુરેન્દ્રનગર જેઓ આ માહિતી કચેરી ખાતે તૈયાર કરવાની પ્રક્રિયા કરતા હોવાથી તેમણે રૂપિયા 10,000 લાંચની માંગણી કરી હતી.

લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી જામનગરનો સંપર્ક કરતા ફરીયાદને આધારે ગોઠવેલા લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂ.10,000 સ્વીકારી હતી, ખાણ ખનીજ કચેરીના ગેટ પાસે, બહુમાળી ભવન સુરેન્દ્રનગરમાં  લાંચ લેતા એસીબીએ તેમને ઝડપી લીધા હતા.

ટ્રેપિંગ અધિકારી : આર.એન.વિરાણી
પોલીસ ઇન્સ્પેક્ટર, એ. સી. બી. પોસ્ટ જામનગર

સુપરવિઝન અધિકારી : કે.એચ.ગોહિલ,
ઈ.ચા મદદનિશ નિયામક,  એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter