+

સુરત અને વડોદરામાં ભરઉનાળે કરા સાથે માવઠું, કાશ્મીર જેવી ઠંડકનો અનુભવ

સુરતઃ જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેથી ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કેટલાક તાલુકાઓમાં વરસાદની સાથે બરફના કરા પડ્યા હતા. ઉનાળાના સમયમાં કરા પડતા હિમવર્ષા જે

સુરતઃ જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેથી ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કેટલાક તાલુકાઓમાં વરસાદની સાથે બરફના કરા પડ્યા હતા. ઉનાળાના સમયમાં કરા પડતા હિમવર્ષા જેવો માહોલ દેખાયો હતો. ઉમરપાડા સહિતના તાલુકા અને ગામોમાં કાશ્મીર જેવી ઠંડક પ્રસરી ગઇ હતી

વડોદરા શહેરમાં બપોર બાદ ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોત્રી, ગોરવા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડ્યાં હતાં. રાજ્યના કેટલા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થયો છે. આજે હવામાન વિભાગે અડઘા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 

હવામાન વિભાગ આગાહી અનુસાર મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વરસાદને કારણે શહેરનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું.પરંતુ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ઘઉં અને ઉનાળું શાકભાજીના પાકને નુકશાનની ભીતિ છે. 18 માર્ચે દાહોદ, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અમરેલી, જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

facebook twitter