ACB ટ્રેપ, આ મહિલા તલાટી આટલી રકમની લાંચ લેતા ઝડપાઇ ગયા

06:41 PM Jul 05, 2024 | gujaratpost

સુરતઃ એસીબીએ વધુ એક લાંચિયા સરકારીકર્મીની ધરપકડ કરી છે. ફરીયાદીના નવી પારડી ગ્રામ પંચાયતમાં પોતાની વડીલો પાર્જીત મિલકતમાં પોતાના સીધી લીટીના વારસદારના નામો ચાલી આવતા હતા. જે પૈકી ફરીયાદીના સાસુ અને બે નણંદના નામો કમી કરવા સોગંદનામુ આપવામાં આવેલ હતું. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી સોનલબેન D/O શંભુભાઇ દેસાઇ, તલાટી કમમંત્રી વર્ગ-3 નવી પારડી, તા.કામરેજ, જી.સુરતે રૂ. 9,000 ની લાંચની માંગણી કરી હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથા એ.સી.બીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેને આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આરોપી સોનલબેન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ તલાટી કમ મંત્રીની ઓફિસમાં નવી પારડી ગ્રામ પંચાયત કચેરીમાં સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.

ટ્રેપીંગ અધિકારી : એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે તથા સુરત ગ્રામ્ય એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526