સ્ટેટ GST નું સુરતમાં ઓપરેશન યથાવત, ફરીથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી પાડી

07:36 PM Sep 19, 2023 | gujaratpost

સુરતઃ રાજ્યમાં ખાસ કરીને સુરતમાં બોગસ બિલિંગ અને ટેક્સ ચોરીના કૌભાંડો વધી રહ્યાં છે, થોડા દિવસ પહેલા જ સ્ટેટ જીએસટી વિભાગે 861 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતુ, જેમાં કૌભાંડીઓએ 155 કરોડ રૂપિયાની ખોટી વેરાશાખા લઇને સરકારી તિજોરીને મોટું નુકસાન કર્યું હતુ, આ કેસમાં કપિલ કોઠારી, ધર્મેશ કોઠારી અને હિતેષ કોઠીરીની ધરપકડ કરાઇ હતી અને હવે ફરીથી સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે.

સુરતમાં કુલ 8 જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સિરામીક ટાઇલ્સના 4 વેપારીઓના સ્થળો પર તપાસ કરવામાં આવી હતી અને અહીંથી 2.12 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે, આ વેપારીઓએ મોટા પાયે ટેક્સ ચોરી કરી હતી, પ્રાથમિક માહિતી પ્રમાણે આ વેપારીઓએ 3.29 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી હતી, જેમાંથી 2.12 કરોડ રૂપિયા તાત્કાલિક વસૂલવામાં આવ્યાં છે અને બાકીની રકમ વસૂલવા કાર્યવાહી કરાઇ રહી છે.

સ્ટેટ જીએસટીના અધિકારીઓને આ ચાર સ્થળો પરથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો, ડિઝિટલ સામગ્રી અને ચિઠ્ઠીઓ મળી આવી છે, જેના પરથી સ્પષ્ટ છે કે આ વેપારીઓએ કરોડો રૂપિયાની કરચોરી કરી છે, હજુ પણ આવી અનેક પેઢીઓ સ્ટેટ જીએસટીના નિશાને છે.

Trending :

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post