ભ્રષ્ટાચાર.... સુરતમાં 118 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો બ્રિજ બેસી ગયો

08:05 PM Jun 28, 2023 | gujaratpost

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના કૌભાંડનો ભાંડો ફૂટ્યો

118 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ એક જ મહિનામાં બેસી ગયો

વિજય એમ. મિસ્ત્રી કન્સટ્રક્શન કંપનીએ સુરતનો આ બ્રિજ બનાવ્યો હતો

Trending :

સુરતઃ પહેલા વરસાદમાં જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના કૌભાંડનો ભાંડો ફૂટીને બહાર આવ્યો છે. 118 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ એક જ મહિનામાં બેસી ગયો છે. સુરતના વેડ-વરિયાવ (કતારગામ- સુરત) બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુયલી રીતે ઉદ્ધઘાટન કર્યું હતું. વિજય એમ. મિસ્ત્રી કન્સટ્રક્શન કંપનીએ સુરતનો આ બ્રિજ બનાવ્યો હતો. બ્રિજની ડિઝાઈન કન્સલ્ટન્ટ કંપનીનું નામ L & T IEL છે. આ બ્રિજનું પ્રુફ ચેક અમદાવાદના શાહ એસોસિયેટે કર્યું હતું.

આ બ્રિજના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સ. કંપની જિઓ ડિઝાઈન એન્ડ રિસર્ચ કંપની છે.બ્રિજના પ્રુફ ચેકની ડિઝાઈન ગાંધીનગરના સર્કલ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે ચેક કરી હતી. 118 કરોડ રૂપિયાનો ફોરલેન બ્રિજ દોઢ કિલોમીટર લંબાઈ ધરાવે છે. રાજ્યમાં અન્ય કેટલાક બ્રિજ બેસી ગયા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર રૂપિયા બનાવવાની લાલચમાં કરોડોના કૌભાંડ આચરી રહ્યાં છે. કોઇ મોટી ઘટના બનશે ત્યારે સરકાર જાગશે ?

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post