સુરતઃ પરિવાર વિરુદ્ધ લગ્ન કરતી દુલ્હનની લગ્ન મંડપમાં જ ભાઇએ કરી હત્યા

12:12 PM Jun 27, 2023 | gujaratpost

સુરતઃ લિંબાયતમાં પોતાના પરિવારની વિરુદ્ધમાં જઇને યુવતીએ કોર્ટ મેરેજ કર્યાં બાદ યુવકના પરિવાર દ્વારા બંનેના વિધિવત લગ્ન કરાવાઈ રહ્યાં હતા. ત્યારે જ હલ્દીની વિધિમાં યુવતીનો પિતરાઈ ભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેને બહેન પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. હુમલો કરનાર તેના પિતરાઈ ભાઈને સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપી દીધો હતો. ઘટના અંગે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

લિંબાયત વિસ્તારના આરડી ફાટક પાસે આવેલી રામેશ્વર સોસાયટીમાં લગ્નમંડપમાં દુલ્હનના પિતરાઈ ભાઈએ ચપ્પુના ઘા મારીને બહેનની કરપીણ હત્યા કરી હતી. લિંબાયતની રામેશ્વર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર ધાગાજી મહાજનના લગ્ન કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે થઈ રહ્યાં હતા.બંનેના લગ્ન થવા જઈ રહ્યાં હતા અને સોમવારે બંન્નેની હલ્દીની વિધિ ચાલી રહી હતી. આ દરમિયાન દુલ્હન કલ્યાણી પાટીલનો પિતરાઈ ભાઈ મોનું પાટીલ ત્યાં આવીને પિતરાઈ બહેન પર હુમલો કર્યો હતો.

જીતેન્દ્ર અને કલ્યાણીએ એકાદ મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા હતા. જીતેન્દ્રના પરિવારજનો વિધિવત લગ્ન કરાવી રહ્યાં હતા. યુવતીના પરિવારજનો આ પ્રેમ સંબંધની વિરુદ્ધ હતા. છોકરો મહાજન સમાજનો છે અને યુવતી પાટીલ સમાજની હતી. બંનેના પરિવાર લિંબાયતમાં જ રહે છે. બંને છેલ્લા ઘણા સમયથી પ્રેમ કરતા હતા. પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરતા આ કરુણ અંજામ આવ્યો હતો. પોલીસે યુવતીની હત્યા કરનાર મોનું પાટીલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Trending :

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post