+

સુરતમાં સામૂહિક આત્મહત્યાથી સનસની...પતિ, પત્ની અને દિકરાએ છોડી દુનિયા

સુરતઃ શહેરમાં સામૂહિક આત્મહત્યાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, લિંબાયતમાં રહેતો એક પરિવાર વિખેરાય ગયો છે, પતિએ પહેલા પત્ની અને પુત્રને ઝેરી દવા પીવડાવી હોવાની શક્યતા છે અને બાદમાં પોતે ગળેફાંસો ખાઇન

સુરતઃ શહેરમાં સામૂહિક આત્મહત્યાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, લિંબાયતમાં રહેતો એક પરિવાર વિખેરાય ગયો છે, પતિએ પહેલા પત્ની અને પુત્રને ઝેરી દવા પીવડાવી હોવાની શક્યતા છે અને બાદમાં પોતે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.

શહેરના લિંબાયત વિસ્તારમાં આ પર પ્રાંતિય પરિવાર રહેતો હતો અને તેમને આ પગલું ભર્યું છે. મૃતક સોમેશના મોબાઇલમાંથી એક વીડિયો મળ્યો છે અને એક સ્યૂસાઇડ નોટ મળી છે, જેમાં મૃતકના ભાઇ તેમને નથી બોલાવતા તેનું દુખ હોવાની વાત કરી છે, સામાજિક પ્રસંગોમાં પણ તેમને બોલાવાયા ન હોવાની વાત છે.

મૃતકોનાં નામ
    - સોમેશ ભીક્ષાપતી ઝીલ્લા (41 વર્ષ)
    - અંબિકા ઊર્ફે નિર્મલા (28 વર્ષ)
    - ઋષિ સોમેશ (7વર્ષ)

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને ઘરમાંથી ત્રણેયના મૃતદેહોનો કબ્જે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે, પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી છે. આ બનાવને પહલે અહીં લોકોની ભીડ ભેગી થઇ હતી, આ પરિવારને ઓળખતા લોકોના આંસુ રોકાઇ રહ્યાં નથી. ભીડમાં આવેલા ઘણા લોકો આક્રંદ કરતા નજર આવ્યાં હતા. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે જે બાદ જ આ પગલું ભરવા પાછળનું સાચું કારણ સામે આવશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter