+

મહીસાગરમાં આધેડ શિક્ષક યુવાન પ્રેમિકા સાથે ઈલુ ઈલુ કરતા ઝડપાઇ ગયો, યુવતીના પરિવારજનોએ આપી તાલીબાની સજા- Gujarat Post

મહીસાગરઃ જિલ્લામાંથી (mahisagar news) ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. એક આઘેડ શિક્ષકને (teacher) તાલિબાની સજા અપાઇ હોવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે લુણાવાડા (lunawada)

મહીસાગરઃ જિલ્લામાંથી (mahisagar news) ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. એક આઘેડ શિક્ષકને (teacher) તાલિબાની સજા અપાઇ હોવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે લુણાવાડા (lunawada) તાલુકાના એક  ગામના પ્રેમપ્રકરણનો (love affairs) મામલો સામે આવ્યો છે.

ધૂળાભાઈ માછી નામના આઘેડ શિક્ષક પ્રેમિકા સાથે ઝડપાઇ જતા મામલો બિચક્યો હતો. યુવતીના પરિવારજનો શિક્ષકને  કારમાં બેસાડીને ગામમાં લઇ આવ્યાં હતા. ત્યાર બાદ શિક્ષકને માર મારવામાં આવ્યો હતો. દોરડાથી બાંધીને તાલિબાની સજા આપવામાં આવી હતી.

શિક્ષકને માર મરાતા તેમને લુણાવાડાની સરકારી હોસ્પિટલ લઇ જવા પડ્યાં હતા.બાદમાં ગોધરા રિફર કરવામાં આવ્યાં હતા. આ કેસમાં ધુળાભાઈ માછીના પરિવારજનોએ પોલીસમાં અરજી આપી છે. આ મામલે યુવતીના પરિવારજનો પણ રોષે ભરાયા છે અનેે બંને પક્ષો આમને સામને આવી ગયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter