અમદાવાદઃ શહેર પોલીસે ફરી એક વખત નશાનો સામાન ઝડપી પાડ્યો છે, અમદાવાદમાંથી કુલ 200 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડીને ઓરિસ્સાના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. આરોપીઓ રોડ મારફતે ટ્રકમાં આ ડ્રગ્સનો જથ્થો ઓડિસ્સા ગંજામ જિલ્લામાંંથી અમદાવાદ વટવા જીઆઇડીસીમાં લાવ્યાં હતા. પોલીસે કુલ 7 લોકોની ધરપકડ કરી છે. જીઆઇડીસીના ફેઝ- 4 માં આવેલા ક્રિસ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં જ્યારે આ ગાંજાના જથ્થો ઉતરી રહ્યો હતો ત્યારે જ પોલીસ અહીં ત્રાટકી હતી.
પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે, આરોપીઓ જીઆઇડીસીમાંથી કોને આ ગાંજાની ડિલિવરી આપવાના હતા અને અગાઉ તેઓ આવો જથ્થો કંઇ કંઇ જગ્યાએ સપ્લાય કરી ચૂક્યાં છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
નોંધનિય છે કે ગુજરાત પોલીસે અગાઉ પણ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે અને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે, તેમ છંતા વારંવાર માફિયાઓ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યાં છે. જેની સામે પોલીસ પણ સતર્ક છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/