(ફાઇલ ફોટો)
સુરતઃ અંદાજે 2000 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં સરકારે મોટી કાર્યવાહી કરી છે અને હાલમાં વલસાડના કલેક્ટર રહેલા આયુષ ઓકને સસ્પેન્ડ કરી નાખ્યાં છે. જે તે સમયે સુરત કલેક્ટરની જવાબદારી વખતે ઓકે કૌભાંડ કર્યું હોવાના આરોપ લાગ્યા બાદ સરકારે આ કાર્યવાહી કરી છે.
ઓકની જડગ્યાએ એ.આર.ઝા(GAS)ને વલસાડ કલેકટરની જવાબદારી સોંપવામાં આવી છે, સુરતની કરોડો રૂપિયાની જમીનના કૌભાંડ મામલે કોંગ્રેસે અનેક રજૂઆતો કરી હતી અને સરકાર પાસે જવાબ માંગ્યો હતો
આ મામલો મીડિયામાં ખુબ જ ચર્ચાનો વિષય બન્યો હતો અને ભૂપેન્દ્ર પટેલની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં હતા, ત્યારે હવે ગાંધીનગરના તત્કાલિન કલેક્ટર એસ.કે.લાંગા બાદ વધુ એક આઇએએસ અધિકારી સામે સરકારે કડક કાર્યવાહી કરી છે.નોંધનિય છે કે ગુજરાતમાં આવા તો અનેક અધિકારીઓ છે જેઓ જમીનોના મોટા મોટા કૌભાંડો કરીને બેઠા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/