જાણો કોણ છે દર્શન નાયક...? જેમને સુરતનું રૂ.2000 કરોડનું જમીન કૌભાંડ ઉજાગર કરીને IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાવ્યાં

01:51 PM Jun 17, 2024 | gujaratpost

(દર્શન નાયકનો ફોટો)

સુરતઃ જમીન કૌભાંડો ગુજરાતમાં નવી વાત નથી, હવે સુરતના ડુમ્મસનું રૂપિયા 2000 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે અને રાજ્ય સરકારે આ કૌભાંડ સાબિત થતા સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દીધા છે.કેટલાક ભાજપના જ નેતાઓ આ કૌભાંડમાં જોડાયેલા હોવાની ચર્ચાઓ ભાજપના કાર્યકરો કરી રહ્યાં છે. આ કૌભાંડ દર્શન નાયકે ઉજાગર કર્યું છે અને તેમને ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યાં છે.

કોંગ્રેસ નેતા દર્શન નાયકે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની નજર સુરત પર જ હોય છે અને અહીં ગમે તેમ કરીને પોસ્ટીંગ મેળવીને તેઓ જમીનોના કામો કરી રહ્યાં છે અને આવા અધિકારીઓ જનતાનું કામ કરવાને બદલે પોતાના ખિસ્સા ભરી રહ્યાં છે.

(આયુષ ઓકનો ફોટો)

સુરતના ડુમ્મસની 2 લાખ 17 હજાર ચો.મીટર જેટલી જગ્યાનો ભાવ 2 હજાર કરોડ જેટલો છે અને આ જમીન ખાનગી વ્યક્તિના નામે કરી દેવામાં આવી હતી.વર્ષોથી આ જમીન પડાવી લેવા ષડયંત્રો ચાલી રહ્યાં હતા. જેમાં તત્કાલિક કલેકટર આયુષ ઓકની સંડોવણી સાબિત થઇ છે. તેમને બદલીના છેલ્લા દિવસે જ્યારે ચાર્જ છોડવાનો હતો ત્યારે જ આ ફાઇલ પાસ કરીને જમીન ખાનગી વ્યક્તિના નામે કરી નાખી હતી. તેમને આ જમીનમાં શું ફાયદો ઉપાડ્યો છે તેની પણ તપાસ થવી જોઇએ.સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાની સ્પષ્ટતા કરાઇ હોવા છંતા આયુષ ઓકે આ કૌભાંડ કરી નાખ્યું હતુ, કૌભાંડીઓએ એવા ખેડૂતો ઉભા કર્યાં હતા, જેઓને આ જમીન સાથે લેવાદેવા પણ ન હતી.

કોણ છે દર્શન નાયક ?

દર્શન નાયક સુરત કોંગ્રેસના એક લડાયક નેતા છે, તેઓની કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માં બારડોલીના પ્રભારી તરીકે નિમણૂંક કરી હતી. તેઓએ અગાઉ પણ સુરતમાં અનેક પ્રજાને લગતા પ્રશ્નો ઉઠાવ્યાં છે અને લડત ચલાવી છે, હવે તેમને તત્કાલિન કલેક્ટર આયુષ ઓકના ભ્રષ્ટાચાર સામે એક અભિયાન શરૂ કર્યું હતુ, કોંગ્રેસના અન્ય નેતાઓની મદદથી તેઓ ડુમ્મસું રૂપિયા 2 હજાર કરોડનું જમીન કૌભાંડ ઉજાગર કર્યું હતુ. તેમને જમીન માફિયાઓ સામે પીએમઓ અને સીએમઓ સુધી અનેક વખત રજૂઆતો કરી છે, કોંગ્રેસ અને દર્શન નાયકની મહેનતને કારણે જ ભૂપેન્દ્ર પટેલની સરકારે આઇએએસ આયુષ ઓકને સસ્પેન્ડ કર્યાં છે.

દર્શન નાયકે અગાઉ સુમુલ ડેરીમાં થયેલી ભરતીના ગોટાળા મામલે પણ સરકારને ઘેરી હતી, હવે તેઓ મહેસૂલ વિભાગમાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526