+

સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો, મુસ્લિમ બાળકો સહિત 27 શખ્સો ઝડપાયા, સ્થિતી કાબૂમાં

સીસીટીવીને આધારે આરોપીઓની ધરપકડ સુરત સીપી ગેહલોત ઘટના સ્થળે, સ્થિતી કાબૂમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ  સંઘવીની ચેતવણી, આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે સુરતઃ શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન વાતાવરણ

સીસીટીવીને આધારે આરોપીઓની ધરપકડ

સુરત સીપી ગેહલોત ઘટના સ્થળે, સ્થિતી કાબૂમાં

ગૃહરાજ્યમંત્રી હર્ષ  સંઘવીની ચેતવણી, આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે

સુરતઃ શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન વાતાવરણ તંગ કરનારા 27 શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે અને સ્થિતી પર કાબૂ મેળવી લીધો છે, સાથે જ અહીં 1000 જેટલા પોલીસકર્મીઓનો કાફલો ખડગી દેવામાં આવ્યો છે.

સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં સાંજના સમયે કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો, જેની સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તહેવાર દરમિયાન વાતાવરણ તંગ કરવાના પ્રયાસમાં આરોપીઓની ધરપકડ કરાઇ છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા આવે તે માટે લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતુ.

મામલાની ગંભીરતા જોતા સ્થાનિક નેતાઓ અહીં પહોંચી ગયા હતા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યાં છે, સાથે જ સ્થિતી કાબૂમાં રહે તે માટે મોટી પોલીસ ફોર્સ અહીં ઉતારી દેવામાં આવી છે, જો કે હાલમાં સ્થિતી કાબૂમાં છે, જેથી કોઇ પણ વ્યક્તિએ ખોટી અફવાઓમાં આવવું જોઇએ નહીં. પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

 

Trending :
facebook twitter