Breaking News- સુરતમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટમાં 7 લોકોનાં મોત, અનેક કામદારો ઘાયલ થયા

09:41 AM Nov 30, 2023 | gujaratpost

પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

સચિન GIDCની એથર કંપનીમાં લાગી હતી આગ

કંપનીની બેદરકારી હોવાની ચર્ચાઓ

Trending :

સુરતઃ કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી, જેમાં 24 કામદારો ઘાયલ થયા છે અને 7 કામદારોનાં મોત થઇ ગયા છે. તેમના મૃતદેહ વહેલી સવારે મળી આવ્યાં છે.સચિન જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં એક મોટી ટાંકીમાં રાખવામાં આવેલા જ્વલનશીલ કેમિકલના લીકેજને કારણે રાત્રે 2 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ ફેક્ટરીમાં આગ લાગી હતી.

24 કામદારો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. બીજી તરફ જે 7 કર્મચારીઓ ગુમ હતા તેમની લાશ મળી આવી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા કામદારો હાજર હતા. વિસ્ફોટને કારણે ફેક્ટરીની ત્રણ માળની ઈમારતમાં આગ લાગી હતી, આખું યુનિટ બળીને ખાખ થઇ ગયું હતું. 12 થી વધુ ફાયર ફાઇટરની ગાડી સ્થળ પર મોકલવામાં આવી હતી, અનેક પ્રયત્નો બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. બીજી તરફ કંપનીની બેદરકારી હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post