+

સુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી, પતિ- પત્ની-પુત્રી અને પુત્રનું મોત

સુરતઃ સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર વખતે પત્ની પુત્રી અને પુત્રનું મોત થયું હતુ, બાદમાં પ

સુરતઃ સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર વખતે પત્ની પુત્રી અને પુત્રનું મોત થયું હતુ, બાદમાં પતિનું પણ મોત થઇ ગયું છે. આર્થિક સંકડામણને કારણે રત્નકલાકારના પરિવારે આ પગલું ભર્યું હોવાની આશંકા છે. જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હોવાથી બંન્ને બચી ગયાં હતા.

સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના સિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા(ઉં.વ.55)હીરાના કારખાનામાં કામ કરતા હતા. વિનુભાઈ તેમની પત્ની શારદાબેન (ઉ.વ-50), તેમનો પુત્ર ક્રિશ (ઉ.વ 20) અને પુત્રી સેનિતા(ઉ.વ-15)એ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. પિતરાઇ ભાઇને ફોન કરતા તેઓ ઘટના સ્થળ પર પહોંચીને 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તમામના મોત થયા છે.

એલ્યુમિનિયમ ફોસ્ફેટ પીધા બાદ વિનુભાઈએ પિતરાઈ ભાઈને ફોન કરી ઘરે હાજર એક દીકરા અને એક દીકરીને સાચવી લેવાનું કહ્યું હતું. જેથી પિતરાઈ ભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ચારેયને હોસ્પિટલ ખસેડ્યાં હતાં. વિનુભાઇ સુરતમાં ચાર-પાંચ વર્ષથી પરિવાર સાથે રહે છે. વિનુભાઈ પોતે હીરાના કારખાનામાં કામ કરે છે. બે દીકરીઓ ઘરે સંચો ચલાવીને સિલાઇ કામ કરતી હતી.મોટો દીકરો કોલેજમાં અને નાનો દીકરો ધો.12માં પાસ થયો હતો.પોલીસે પરિવારજનોનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter