કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
ગુજરાત એટીએસનું સુરતમાં મોટું ઓપરેશન
સુરતઃ કારેલી ગામમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. એટીએસની ટીમે 4 કિલો મેફેડ્રોન, 31 કિલો લિક્વિડ મેફેડ્રોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 51 કરોડ રૂપિયા જેટલી થાય છે. પકડાયેલા બે આરોપીઓમાંથી એક ટ્રેડર અને બીજો એન્જિનિયર છે.
આરોપી સુનિલ રાજનારાયન યાદવ ડ્રગ્સનું રો મટિરિયલ લાવવાનું કામ કરતો હતો. આરોપી વિજય જેઠાભાઇ ગજેરા ઈલેક્ટ્રિક એન્જનિયર છે.
તે ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતો હતો, ત્રીજો આરોપી હરેશ કોરાટ જૂનાગઢ એસઓજીની પક્કડમાં આવી ગયો છે.
ઇન્ટરનેટ પર વીડિયો જોઇને ડ્રગ્સ બનાવતા હતા આરોપીઓ
પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રેડ
પોલીસે માહિતી આપી છે કે આરોપીઓઓએ થોડા મહિના પહેલા જ આ શેડ 20 હજાર રૂપિયાના ભાડામાં રાખ્યો હતો અને દવા બનાવવાની ફેક્ટરીની આડમાં આ લોકો ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યાં હતા. પોલીસે તપાસ શરૂ કરી છે કે આરોપીઓએ ડ્રગ્સનો જથ્થો કોને કોને સપ્લાય કર્યો છે અને તેમની સાથે અન્ય કયા લોકો જોડાયેલા છે. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મુંબઈનાં ડ્રગ્સ માફિયા સલીમ સૈયદને 20 કરોડ રૂપિયાનું 4 કિલો ડ્રગ્સ સપ્લાય કરી ચુક્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526