+

દર્દનાક આત્મહત્યા.. જીએસટી અધિકારીની પુત્રીએ પ્લાસ્ટિકની થેલી મોં પર બાંધીને કરી આત્મહત્યા, B.Techના ત્રીજા વર્ષમાં નાપાસ થતાં ભર્યું પગલું

સુરતઃ અડાજણ વિસ્તારમાં બી.ટેકની વિદ્યાર્થીનીએ પોતે મોં પર પ્લાસ્ટિકની થેલી બાંધીને દર્દનાક રીતે આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષામાં નાપાસ થતાં તણાવમાં આવીને વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું હતું. વિદ્યાર્થી

સુરતઃ અડાજણ વિસ્તારમાં બી.ટેકની વિદ્યાર્થીનીએ પોતે મોં પર પ્લાસ્ટિકની થેલી બાંધીને દર્દનાક રીતે આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષામાં નાપાસ થતાં તણાવમાં આવીને વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું હતું. વિદ્યાર્થીના પિતા મુંબઈમાં GST વિભાગમાં અધિકારી છે.

પોલીસને યુવતીએ લખેલી સ્યૂસાઇડ નોટ મળી છે. જેમાં તેણે પરીક્ષામાં નાપાસ થવાથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. યુવતી સુરતમાં સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અડાજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અડાજણ પોલીસના જણાવ્યાં અનુસાર કે.વેંકટેશન મૂળ પાંડુચેરીના વતની છે.તેઓ અડાજણમાં આમ્રપાલી રો-હાઉસમાં પત્ની અને બે દીકરીઓ સાથે રહે છે. કે.વેંકટેશન મુંબઈમાં GST વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે. તેમની દીકરી વી.માનુશ્રી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

વી.માનુશ્રી મોંઢા પર લોકિંગ સિસ્ટમવાળી પ્લાસ્ટિકની થેલી બાંધી હતી અને હાથ પર બેલ્ટ બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અંગે પરિવારને જાણ થતા તેઓ તેને ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસને સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે તેને પરીક્ષામાં નાપાસ થઇ છે.જેથી આપઘાત કરી રહી છે, આ માટે કોઇ જવાબદાર નથી. અડાજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આત્મહત્યાની આ ઘટનાથી પરિવાર પણ આઘાતમાં ચાલ્યો ગયો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter