+

સુરતમાં ત્રણ જ્વેલર્સ ગ્રુપના સ્થળો પર ITના દરોડા, જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ

સુરતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન   કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના બે શો-રૂમાં તપાસ શરૂ   પાર્થ એન્ડ બ્રધર્સની ઓફિસમાં તપાસ શરૂ સુરતઃ આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. સુ

સુરતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન
 
કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના બે શો-રૂમાં તપાસ શરૂ
 
પાર્થ એન્ડ બ્રધર્સની ઓફિસમાં તપાસ શરૂ

સુરતઃ આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. સુરતમાં આવકવેરા વિભાગે જ્વેલર્સના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર દરોડા પાડ્યાં છે. ઇન્કમટેક્સની રેડને લઇને શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આવકવેરા વિભાગની ટીમે સુરતના જાણીતા કાંતિલાલ જ્વેલર્સ, પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપના 35થી વધુ ઠેકાણાંઓ પર દરોડા પાડ્યાં છે.અધિકારીઓ દ્વારા તપાસ કરતા મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.

આવકવેરા વિભાગની ટીમે પાર્લે પોઈન્ટ અને અડાજણ વિસ્તારના કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના બે શો-રૂમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.ડુમ્મસ વિસ્તારમાં આવેલા બંગલાની પણ તપાસ ચાલી રહી છે. પાર્થ એન્ડ બ્રધર્સની ઓફિસમાં પણ ITની તપાસ ચાલી રહી છે. અંદાજે 100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter