+

સુરતમાં ક્લાસરૂમમાં ભણતી વખતે 13 વર્ષીય વિદ્યાર્થીનીનું અચાનક થયું મોત, હાર્ટ એટેકની આશંકા

સુરતઃ એક વિદ્યાર્થીની ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તે જમીન પર પડી અને બેભાન થઈ ગઈ હતી. શાળા પ્રશાસને તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી.જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર

સુરતઃ એક વિદ્યાર્થીની ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તે જમીન પર પડી અને બેભાન થઈ ગઈ હતી. શાળા પ્રશાસને તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી.જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ

આ મામલો સુરતની ખાનગી શાળાનો છે. અહીં ગોડાદરા વિસ્તારમાં રહેતા કાપડના વેપારીની 8 માં ધોરણમાં બે જોડિયા દીકરીઓ ભણે છે. બંને ક્લાસમાં ભણતી હતી ત્યારે એક છોકરી બેંચ પરથી બેભાન થઈને નીચે પડી હતી. આ ઘટના ક્લાસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. શિક્ષક ક્લાસમાં હાજર હતા અને વિદ્યાર્થીની સામેના ટેબલ પર બેઠી હતી. તે જમણી તરફ વળીને નીચે પડી ગઇ હતી.

ડૉક્ટરે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી

જ્યારે વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ ત્યારે ક્લાસમાં બધા ડરી ગયા હતા. શિક્ષક અને અન્ય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હોશમાં આવી ન હતી. બેભાન અવસ્થામાં શાળા પ્રશાસન વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.હોસ્પિટલમાં તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

ઘટના અંગે શાળાના આચાર્યએ શું કહ્યું ?

શાળાના આચાર્ય પરાગ ભાઈએ જણાવ્યું કે શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થીની બેંચ પરથી પડી ગઈ હતી. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી.

હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા

આ મામલામાં પોલીસે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.પરિવારના જણાવ્યાં મુજબ વિદ્યાર્થીનીને કોઈ બીમારી ન હતી. તેનું હૃદયરોગના હુમલાથી મૃત્યું થયું હોવાની આશંકા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ ખબર પડશે કે તેનું મોત હાર્ટ એટેકથી થયું છે કે અન્ય કોઈ કારણથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter