વડોદરાઃ એક ટ્રકે એક્ટીવા પર સવાર બે વિદ્યાર્થીનીઓને ટક્કર મારી હતી, જેમાં એક વિધાર્થીનીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે, જેમાં જોઈ શકાય છે કે સ્કૂટર પર સવાર વિદ્યાર્થીનીઓને ચાર રસ્તા પર એક ઝડપી જઇ રહેલી ટ્રકે ટક્કર મારી હતી અને તેમાંથી એકનું માથામાં ગંભીર ઈજાને કારણે મોત થયું હતું.
કેયા પટેલ નામની વિદ્યાર્થીની એક્ટીવા ચલાવી રહી હતી, જ્યારે જેન્સી પાછળની સીટ પર બેઠી હતી.વળાંક લેતી વખતે ત્યાંથી પસાર થઈ રહેલી એક ટ્રકે તેની એક્ટીવાને ટક્કર મારી હતી, જેના કારણે વિદ્યાર્થિની રોડ પર પટકાઈને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
મૃતક વિદ્યાર્થીની કેયા પટેલ અમેરિકા જવાની હતી. તેના 10 વર્ષના વિઝા આવી ગયા હતા, તે એક મહિના પછી ત્યાંથી જવાની હતી અને અકસ્માતમાં તેનું મોત થઇ ગયું છે. આ મામલે કારેલીબાગ પોલીસે ટ્રક ચાલક હરેશ ગોહિલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526