+

મંત્રી ઋષિકેશ પટેલના સગાભાઈના મેડિકલ સ્ટોર્સ પર પથ્થરમારો, યાત્રાધામ અંબાજીમાં બની ઘટના

અંબાજીઃ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે. હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગાભાઈના અંબાજીમાં આવેલા મેડિકલ સ્ટોર્સ પર કેટલાક ઇસમોએ પથ્થરમારો કર્યો હતો. અંબાજી આસપાસના વિસ્તારોમાં રહેતા ક

અંબાજીઃ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે. હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગાભાઈના અંબાજીમાં આવેલા મેડિકલ સ્ટોર્સ પર કેટલાક ઇસમોએ પથ્થરમારો કર્યો હતો.

અંબાજી આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાક અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા અંબાજીમાં મોબાઇલ ચોરીની ઘટનાઓને અંજામ અપાઇ રહ્યો છે. વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને માર મારવામાં આવે છે અને મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જાય છે. તાજેતરમા અંબાજી  ચોરીની ઘટનાઓ પણ બની હતી અને પોલીસ હજુ સુધી આ ચોરીના આરોપીઓ પકડવામાં નિષ્ફળ રહી હતી. હવે ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈના મેડિકલ સ્ટોર્સમા 29 જુલાઈના રોજ સાંજે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.અંદાજે 5 જેટલા લોકો અહીં આવ્યાં હતા.

માન સરોવર ખાતે ભેગા થયેલા લોકોએ જણાવ્યું હતું કે આ તત્વો અંબાજી આસપાસ રહે છે અને બજારોમાં ઓવર સ્પીડમાં બાઈકો ચલાવે છે. ત્રણ સવારીમાં બાઇકો ચલાવે છે ગાડીના કાગળો પણ પૂરતા રાખતા નથી. દુકાનોમાંથી વસ્તુ ઝૂંટવીને ભાગી જાય છે. અંબાજી માનસરોવર ખાતે મળેલી મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 31 જુલાઈના રોજ શક્તિપીઠ અંબાજીના તમામ વેપારીઓ પોલીસની કામગીરી સામે અને અસામાજિક તત્વોના વધતા બનાવોથી સમગ્ર અંબાજી ધામ બંધ રહેશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter