+

સ્પેનના વેલેન્સિયા શહેરમાં બે ઈમારતોમાં લાગી ભયાનક આગ, 4 લોકોનાં મોત, અનેક ઘાયલ

સ્પેન: પૂર્વીય શહેર વેલેન્સિયામાં બે રહેણાંક ઇમારતોમાં આગ ફાટી નીકળ્યાં બાદ ચાર લોકોનાં મોત થઇ ગયા છે અને 19 લોકો ગુમ છે. અધિકારીઓએ આ માહિતી આપી છે, તેમણે કહ્યું કે આગ લાગ્યાં બાદ બિલ્ડિંગમાં રહેતા લો

સ્પેન: પૂર્વીય શહેર વેલેન્સિયામાં બે રહેણાંક ઇમારતોમાં આગ ફાટી નીકળ્યાં બાદ ચાર લોકોનાં મોત થઇ ગયા છે અને 19 લોકો ગુમ છે. અધિકારીઓએ આ માહિતી આપી છે, તેમણે કહ્યું કે આગ લાગ્યાં બાદ બિલ્ડિંગમાં રહેતા લોકો ભાગવા લાગ્યાં હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો, ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આવીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

બિલ્ડીંગના 14 માં માળે લાગી હતી આગ 

પહેલા બિલ્ડીંગના 14 માં માળે આ આગ લાગી હતી અને ત્યાંથી અન્ય જગ્યાએ આગ ફેલાઇ હતી. ફાયર બિગ્રેડની ટીમે ક્રેનનો ઉપયોગ કરીને કેટલાક લોકોને બાલ્કનીમાંથી સલામત રીતે નીચે ઉતાર્યાં હતા. પરંતુ આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત થયા હતા. સ્પેનના મિલિટરી ઈમરજન્સી સર્વિસ યુનિટના કર્મચારીઓને ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યાં છે.

4 લોકોનાં મોત, કેટલાક ઘાયલ

આગ અહીંથી બાજુની ઇમારતમાં ફેલાઈ હતી. ઈમરજન્સી સર્વિસનાં જણાવ્યાં અનુસાર 4 લોકોનાં મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. હાલ એ સ્પષ્ટ નથી થયું કે ઘટના સમયે બંને ઈમારતોમાં કેટલા લોકો હતા.

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે વેલેન્સિયામાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગથી તેઓ આઘાતમાં છે. હું તમામ પીડિતો સાથે છું અને શક્ય એટલી મદદ કરવામાં આવશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter