મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ
અમરેલીના કુકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ
જૂનાગઢ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દ્વારકાના ખંભાળિયા પથકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખંભાળિયની રામનાથ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.
હવામાન વિભાગ દ્વારા 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં, 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલી, 19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ તથા 20 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526