+

આખરે રાજકીય પાર્ટીઓને દાન આપનારાઓનો ડેટા આવી ગયો સામે, ચૂંટણીપંચે વેબસાઇટ પર જાહેર કરી માહિતી

- SBI એ કાન પકડી લીધા....રાજકીય પાર્ટીઓને દાન આપનારાઓનો ડેટા ચૂંટણીપંચને આપ્યો - ચૂંટણીપંચે આ ડેટા વેબસાઇટ પર અપલોડ કર્યો નવી દિલ્હીઃ સુપ્રીમની ફટકાર બાદ આખરે સ્ટેટ બેંક ઇન્ડિયાએ ચૂંટણીપંચને ચૂંટણ

- SBI એ કાન પકડી લીધા....રાજકીય પાર્ટીઓને દાન આપનારાઓનો ડેટા ચૂંટણીપંચને આપ્યો
- ચૂંટણીપંચે આ ડેટા વેબસાઇટ પર અપલોડ કર્યો

નવી દિલ્હીઃ સુપ્રીમની ફટકાર બાદ આખરે સ્ટેટ બેંક ઇન્ડિયાએ ચૂંટણીપંચને ચૂંટણી બોન્ડનો ડેટા આપ્યો હતો અને તે ડેટા ચૂંટણીપંચે તેની બેવસાઇટ પર જાહેર કરી દીધો છે.ચૂંટણી બોન્ડનો ડેટા હવે જગ જાહેર થઇ ગયો છે, જેમાં કઇ કંપનીએ કોને કેટલું દાન કર્યું છે તેની તમામ વિગતો આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરી સુધીમાં આ ડેટા વેબસાઇટ પર અપડેટ કરવા આદેશ કર્યો હતો, અગાઉ એસીબીઆઇએ આ માહિતી આપવાની આડકતરી રીતે ના પાડી હતી અને ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે બેંકને ફટકાર લગાવી હતી.

ચૂંટણી બોન્ડ દ્વારા ચૂંટણી દાન મેળવનારી પાર્ટીઓમાં ભાજપ, કોંગ્રેસ, AIADMK, BRS, શિવસેના, TDP, YSR કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓનો સમાવેશ થાય છે.

દાન કરનારાઓની યાદીમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઇઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા જેવી અનેક કંપનીઓના નામો સામે આવ્યાં છે.

 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter