ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર જતિન મહેતા પર નકલી નોટો ઉડાવી
ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નૂરજહાં સૈયદની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો
ફૈઝ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરો અને પીવાના પાણી મુદ્દે આક્રોશ
અમદાવાદઃ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો એક સરકારી અધિકારી પર રૂપિયાની નકલી નોટોનો વરસાદ કરતા જોવા મળી રહ્યાં છે.
આ વીડિયો ધોળકા નગરપાલિકાનો છે, જ્યાં ગુસ્સે ભરાયેલા લોકો ગળામાં પ્લેકાર્ડ લટકાવીને સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. એક અધિકારી ખુરશી પર હાથ જોડીને બેઠેલા જોવા મળી રહ્યાં છે. લોકો અધિકારી પર ગંભીર આરોપો લગાવી રહ્યાં છે. આ લોકો પોતાની સાથે નકલી નોટોના બંડલ પણ લાવ્યાં છે અને ગુસ્સામાં તે અધિકારી પર ફેંકી રહ્યાં છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો કઈ રીતે અધિકારી પર પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે.
આ વીડિયોમાં લોકો અધિકારીને કહી રહ્યાં છે કે તેમની સોસાયટીમાં ગંદુ પાણી આવી રહ્યું છે. એક વ્યક્તિ 'બિસ્સામીલ્લા સોસાયટી'નો પણ ઉલ્લેખ કરે છે. લોકો અધિકારીને પૂછે છે કે આ સમસ્યાનું નિવારણ લાવવા માટે કેટલા પૈસા લેશો. પછી તેઓ પરબિડીયાઓમાંથી નોટો કાઢીને અધિકારી પર વરસાવે છે. અધિકારી સમગ્ર ઘટના દરમિયાન પોતાની સીટ પર હાથ જોડીને બેઠેલા જોવા મળી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++