ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રેશન કાર્ડ ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે નહીં ગણાય માન્ય - Gujarat Post

09:03 PM Oct 15, 2025 | gujaratpost

ગાંધીનગરઃ ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યાં પ્રમાણે હવે રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય. બેંક ખાતું ખોલાવવા, મોબાઇલ સિમ કાર્ડ મેળવવા કે સરકારી યોજનાઓનો લાભ લેવા પણ રેશન કાર્ડ માન્ય રહેશે નહીં. રેશન કાર્ડનો ઉપયોગ માત્ર ગેસ તથા વ્યાજભી ભાવની દુકાનેથી રાશન મેળવા માટે જ કરી શકાશે, અન્ય જગ્યાએ નાગરિકોએ બીજા પુરાવા રજૂ કરવાના રહેશે.

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પરિપત્ર પ્રમાણે, રેશન કાર્ડ ફક્ત રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતું જ સીમિત રહેશે. ઓળખ અને રહેઠાણના પુરાવા માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ કે અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે. રેશન કાર્ડનો દુરૂપયોગ વધી રહ્યો હોવાથી છેતરપિંડી અટકાવવા આ નિર્ણય લેવાયો છે.
 
સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવા, મોબાઇલ સિમ કાર્ડ મેળવવા કે સરકારી યોજનાઓનો લાભ લેવા અન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.