અભિજીત મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાની વિધી કરાઇ, વડાપ્રધાન મોદીએ ઉતારી ભગવાનની આરતી

06:38 PM Jan 22, 2024 | gujaratpost

અયોધ્યાઃ અંદાજે 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાના મંદિરમાં બિરાજ્યાં છે, અભિજીત મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો, ગર્ભગૃહમાં પીએમ નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સંઘના સુપ્રીમો મોહન ભાગવત ઉપસ્થિત રહ્યાં હતા, પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી હતી.

પીએમ મોદીએ પૂજા કર્યાં બાદ ભગવાન રામની આરતી ઉતારી હતી. ભગવાન રામની બાળ સ્વરૂપની શણગારેલી મૂર્તીની પ્રથમ તસ્વીર હવે સામે આવી છે, જેમાં ભગવાન રામનું સ્વરૂપ અદ્ભભૂત લાગી રહ્યું છે.

પીએમ મોદી સિવાય મોહન ભાગવત, આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથે પણ ભગવાનની આરતી કરી હતી, આ પૂજાવિધી બાદ મંદિર પરિષરમાં હાજર અતિથિઓએ પણ આરતી કરી હતી અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Trending :

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post