રાજકોટઃ જસદણના આંબરડી ગામની બોર્ડિંગ સ્કૂલના બાળકને ગૃહપતિએ વીજશોક આપ્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકે બોર્ડિંગ સ્કૂલમાં આવેલા બગીચાની સાફ-સફાઇ કરવાની મનાઇ કરતા ગૃહપતિ ઉશ્કેરાઈને વિદ્યાર્થીને રૂમમાં બંધ કરીને વીજ શોક આપ્યો હતો. હાલ બાળકની સ્થિતિ ગંભીર છે. ચહેરો અને શરીરનાં અનેક અંગોની ચામડી બળી ગઈ છે, હાલ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયો છે.
જસદણના આંબરડી ગામમાં આવેલી જીવન બોર્ડિંગ સ્કૂલમાં ધોરણ- 8માં અભ્યાસ કરતા ધાર્મિક જીલાભાઈ મેમરિયા (ઉ.વ.14) નામનો છાત્ર હોસ્ટેલમાં રહે છે. ગૃહપતિએ બગીચો સાફ કરવા માટે સૂચના આપી હતી. બાળકે કહ્યું કે, હું એક-બે દિવસ બાદ બગીચો સાફ કરી લઈશ. એ સાંભળીને ગૃહપતિ ઉશ્કેરાઈ ગયા હતા, તેમણે બાળકને રૂમમાં લઈ જઈએ વીજ શોક આપ્યો હતો.
આ મામલે માતા-પિતાએ રોષ વ્યક્ત કર્યો હતો. માતાએ જણાવ્યું કે અમે મહેનત કરીને દીકરાને ભણાવવા માટે બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યો હતો, પરંતુ તેમને અમારા બાળકની કોઈ જ ચિંતા નથી. અમારો દીકરો જ્યારે પણ ઘરે આવતો એ સમયે તે કહેતો કે બોર્ડિંગ સ્કૂલમાં તેની સાથે ગેરવર્તન કરવામાં આવે છે. બોર્ડિંગ સ્કૂલ દ્વારા બાળકના માતા-પિતાને એવી જ જાણ કરવામાં આવી હતી કે તમારો દીકરો આંબલીના ઝાડ પરથી પડ્યો હતો, તેને કારણે તેની સાથે આ દુર્ઘટના બની છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો