રાજકોટઃ ATS એ અંદાજે 214 કરોડ રૂપિયાની કિંમતનું 31 કિલો ડ્રગ્સ પકડી પાડ્યું

08:37 PM May 12, 2023 | gujaratpost

31 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અંદાજે 214 કરોડ રૂપિયાની વેલ્યું

ગ્રામ્ય વિસ્તારમાં ATSની મોટી કાર્યવાહી

રાજકોટઃ ગુજરાતમાંથી ફરીથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી ATS એ 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની કિંમત રૂપિયા 214 કરોડ જેટલી થાય છે. પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે આ ડ્રગ્સ રાજકોટ લાવવામાં આવ્યું હતુ અને અહીંથી દિલ્હી લઇ જવાનું હતુ. એટીએસે ગત 9 તારીખે આ જથ્થો ઝડપીને એક આરોપીને ઝડપી પાડ્યો હતો

પાકિસ્તાનથી અનવર નામમાં શખ્સે જાફરીને મોકલ્યું હતુ ડ્રગ્સ

ATS એ દિલ્હીથી મર્સી નામના નાઈજીરિયનની ધરપકડ કરી છે, જે પાકિસ્તાની માફિયાઓ માટે કામ કરતો હતો. જાફરીન નામના શખ્સે ડિલિવરી લઇને રાજકોટ પાસે ખંઢેરી સ્ટેડિયમ નજીકની એક જગ્યાએ આ ડ્રગ્સ છુપાવ્યું હતુ. બાદમાં આ ડ્રગ્સ દિલ્હી લઇ જવાનું હતુ, તે પહેલા જ એટીએસે આ જથ્થો ઝડપી પાડ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post