+

દારુ-ડ્રગ્સની રાજનીતિમાં હવે રાહુલ ગાંધીની એન્ટ્રી, ડબલ એન્જિનની સરકાર ડ્રગ્સનો કારોબાર કેમ બંધ નથી કરાવતી ?

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પાર્ટીની જન આક્રોશ યાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજ્યના લોકો પૂછી રહ્યાં છે કે ડબલ એન્જિન સરકારે ખેડૂતોની લોન માફ કેમ ન કરી અને ડ્રગ્સનો ક

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પાર્ટીની જન આક્રોશ યાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજ્યના લોકો પૂછી રહ્યાં છે કે ડબલ એન્જિન સરકારે ખેડૂતોની લોન માફ કેમ ન કરી અને ડ્રગ્સનો કારોબાર કેમ સાફ ન કર્યો. તેમણે એવો પણ દાવો કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાઓની અંધારી દુનિયા તરફ ધકેલાઈ રહ્યું છે.

રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કર્યું, ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોએ, ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે રાજ્યમાં વધી રહેલા નશા, ગેરકાયદેસર દારૂ અને ગુનાઓએ તેમના જીવનમાં અસુરક્ષા વધારી છે. 

ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતી છે, જ્યાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાઓની અંધારી દુનિયા તરફ ધકેલાઈ રહ્યું છે.

કહ્યું, ગુનેગારોને સત્તાનું સંરક્ષણ મળી રહ્યું હોવાથી મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી રહી છે, ગુજરાત પૂછી રહ્યું છે કે ભાજપ સરકાર કેમ ચૂપ છે ? તે કયો ભાજપનો મંત્રી છે જેના સંરક્ષણમાં આ બધું ચાલી રહ્યું છે ? ગુજરાતના ગદ્દારોને કેમ બચાવવામાં આવી રહ્યાં છે ? તેમણે કહ્યું કે બીજો મોટો મુદ્દો જે યાત્રા દરમિયાન દરેક બેઠકમાં સામે આવ્યો, તે ખેડૂતોનો છે.

રાહુલ ગાંધીનું કહેવું છે કે, તાજેતરના માવઠાને કારણે હજારો ગુજરાતી પરિવારો તબાહ થઈ ગયા અને ખેડૂતોના પાક બરબાદ થઈ ગયા. જ્યારે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે રાહત પેકેજની વાતો થતી હતી. આજે ગુજરાત ડૂબ્યું છે, ડબલ એન્જિનની સરકાર છે, તેઓ વડાપ્રધાન છે છતાં રાજ્યમાં પર્યાપ્ત રાહત દેખાઈ નથી રહી.

ગુજરાતમાં ભયંકર જનઆક્રોશ છે. દરેક પરિવાર પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે. દરેક પરિવાર પૂછી રહ્યો છે કે ખેડૂતોની લોન માફ કેમ ન કરી, ડ્રગ્સનો કારોબાર સાફ કેમ ન કર્યો?કોંગ્રેસ જનતાની વાત સાંભળતી રહેશે અને ભાજપ સરકારની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારને સતત ઉજાગર કરતી રહેશે.

 

facebook twitter